ભાવનગર : સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હાના કામે વોન્ટેડ શખ્સ નિલેશ ઉર્ફે નીલો ઉર્ફે રાવડીસણોસરા લોકબારતી જવાના રસ્તામાંથી પકડાયો છે. ભાવનગર જિલ્લામાં તથા બહારના જિલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા ઇસમોઓને પકડી પાડવા જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરે ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગરૂપે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજાની સૂચનાથી ટીમના માણસો નાસતા ફરતા ઈસમની તપાસમાં હતા. આ દરમ્યાન ટીમના મહિપાલસિંહ ગોહિલ તથા મુકેશભાઇ પરમારને મળેલ સંયુક્ત બાતમીના આધારે સુરત શહેર વરાછા પોલીસ રવજીભાઇ ચાવડાને સણોસરા લોકભારતી સંસ્થા જવાના રસ્થેથી પકડી પાડી ઈસમ વિરૂદ્ધ કાયદેસર તપાસ કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.