Skip to content
પાટણ શહેરમાં રવિવાર પાટણ એલસીબી પોલીસ માટે સફળ રહ્યો હતો. ત્રણ જુદી જુદી જગ્યાએ જુગારના દરોડા કરી રૂ. 85,000 ના મુદામાલ સાથે 21 શખ્સો પકડી પાડ્યા હતા. જેમાં 1 મહિલા તેના ઘરમાં જુગાર રમતા પકડાઈ હતી. પાટણ સિટી બી ડિવિઝનમાં દાખલ થયેલ જુગારધારા ફરિયાદ મુજબ પાટણ મોતીસા દરવાજા રસ્તા પર ખોડિયાર માતાનીવિ નજીક આવેલ ડોડીયા વાસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પાટણ એલસીબીએ દરોડો પાડતા ડોડીયા લક્ષ્મણ નગીનદાસ, સોલંકી મહેન્દ્ર મધુભાઈ, ડોડીયા રાજેશ કાનજીભાઇ, પટેલ રમેશ શંકરભાઇ, રૂ. 10,350 રોકડ અને મોબાઈલ નંગ 3 સાથે કુલ રૂ. 1,18,500ના મુદામાલ સાથે પકડાયા હતા. જ્યારે શહેરના લીમડા ચોકમાં ખુશ્બુ ઉર્ફે કુસુમ કિરીટભાઈ ઉર્ફે ધનશ્યામભાઈ પારેખ તેમના ઘરમાં બહારથી ઇસમોઓ બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પાટણ સિટી એ ડિવિઝનના પીએસઆઈએ દરોડો પાડતા કુસુમ સહિત શૈલેષ નટવરલાલ રાવળ, બલા રણછોડભાઈ, ભરતછી છનાજી ઠાકોર, મોદી અલ્પેશ બાબુભાઇ, રૂ. 17,700 રોકડ તેમજ મોબાઈલ નંગ 4 કિંમત રૂ. 5,500 મળી કુલ રૂ. 23,200 ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે સહસ્ત્રલીંગ તળાવ નજીક ખુલ્લીજગ્યામાં જુગાર પર દરોડો પાડતા 49,650 ના મુદામાલ સાથે રાઉભા ઝાકીરખાન કેશરખાન, સિપાઈ મોહમદ રફીક રસુલભઆઈ, પઠાણ યાસીન રજબખાન, પઠાણ સાજીદખાન યુસુફખાન, ભઠિયાર ફારૂક રફીકભાઈ, શેખ મહમદ ફારૂક અબ્દુલભાઈ, સિપાઈ ઇદ્રીશ મુન્નાભાઈ પકડાયા હતા. જ્યારે વરલી મટકનું કર્ટિંગ લેતા ઠાકોર સરતાનજી જવાનજી, રાવળ હરેશ મોતીભાઈ, ઠાકોર રૂપસંગ ઓધારસંગ, ઠાકોર રેવુજી માધુજી પકડી પાડતા હતા.