ભાવનગર આર.આર.સેલે પાળીયાદના કનિયાડ ગામે દરોડો પાડી ઘરમાં છુપાવેલ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી લીધો હતો. જયારે પકડાયેલા ઈસમને દારૂની ડિલવરી આપનાર ઈસમ ફરાર હોવાથી પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની ઉપલબ્ધ વિગત એવી છે કે, આર.આર. સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા સ્ટાફ બોટાદના પાળીયાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાનમાં પોલીસને બાતમી મળી હતી કે,પાળીયાદ તાબેના કાનીયાડ ગામે વિશાલ ઓધાભાઇ બારૈયાના રહેણાંક ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે. પોલીસે બાતમીના રહેણાંક ઘરમાં રેડ પાડી ઘરમાં છુપાવવામાં આવેલ ૧૦૫ બોટલ કુલ કિંમત રૂ. ૪૧,૨૭૫નો મળી આવેલ જે દારૂનો જથ્થો તથા એક મોબાઇલ મળી કુલ કિંમત રૂ. ૪૭,૨૭૫ના મુદ્દામાલ સાથે વિશાલ ઓધાભાઇ બારૈયાને પકડી લીધો હતો. પકડાયેલા ઈસમએ પોલીસ કબૂલાતમાં આ દારૂનો જથ્થો આલ્કુ. લધુભાઇ ભાભડા (રહે.-ભાણેજડા તા.ચુડા જી.સુરેન્દ્રનગર) આપી ગયાનું જણાવ્યું હતું. પોલીસે જેથી બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે કાયદેસર તપાસ કરી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જયારે ફરાર ઈસમ એવા આલ્કુ. લધુભાઇ ભાભડાને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.