ગંજીપાના વડે જુગાર રમતી 11 મહિલાઓને પકડી પાડતી ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ

copy image

copy image

ભુજના જયનગર વિસ્તારમાં જુગાર અંગે પડાયેલા દરોડામાં પત્તા ટીંચતી 11 મહિલાઓને ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી રોકડા રૂા. 15,830 તથા 9 મોબાઈલ કિ. રૂા. 31,500 મળી કુલ રૂા. 47,330નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં જયનગર સ્થિત આવેલા એક મહિલાના રહેણાકના મકાની આગળ આવેલા ખુલ્લા આંગણાંમાં પત્તા વડે હારજીતનો જુગાર રમાતો હતો. કાર્યવાહીમાં આ મહિલા ઉપરાંત 10 મહિલાઓની ની અટક કરાઈ હતી. પકડાયેલી મહિલાઓ પાસેથી પોલીસે રોકડા રૂા. 15,830 તથા 9 મોબાઈલ કિ. રૂા. 31,500 મળી કુલ 47,330નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.