ભુજના એક શખ્સના ઓનલાઈન ઠગાઈમાં ગયેલા રૂા. 65 હજાર પોલીસે પરત અપાવ્યા
copy image

ભુજના અરજદારના નાણાં ખાતામાં જમા કરાવવાના બહાને ખાતામાંથી જુદા-જુદા ટ્રાન્ઝેક્શન કરી રૂા. 64,908 પડાવી લેવાયાના કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છેતર્પિંડી માં ગયેલી રકમ સાયબર પોલીસે પરત અરજદારને અપાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, અરજદારને અજાણી વ્યક્તિએ ગ્રાહક તરીકે ફોન કરી મારા ભાઈએ તમારા ખાતામાં રૂા. 20 હજાર મોકલ્યા છે, તે પરત ગૂગલ પે કરી આપો. બાદમાં અરજદારે ખાતું તપાસતાં કોઈ નાણાં આવ્યા નહોતા. આરોપીએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી જુદા-જુદા ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂા. 64,902 પડાવી લીધા હતા. આ બાબતે અરજદારે સાયબર પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક ટેકનિકલ સોર્સિસથી અને પત્રવ્યવહારના માધ્યમથી ઠગાઈમાં ગયેલી રકમ પરત અપાવી હતી.