કુકમાના યુવાને ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

man-suicide_625x300_1526550343160

copy image

copy image

ભુજ તાલુકાના કુકમા ગામે મહેશ્વરીવાસમાં રહેતા એક યુવાને પોતાના ઘરે જ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવ્યાનો બનાવ પોલીસ મથકે  નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ભુજ તાલુકાના કુકમા ગામે મહેશ્વરીવાસમાં રહેતા યુવાને કોઈ અકળ કારણોસર પોતાના ઘરે પંખામાં લુંગી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમને તાત્કાલિક સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ નીપજયું  હતું. આ અંગે પદ્ધર પોલીસે મૃત્યુંનોંધ પરથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કુકમાના મહેશ્વરીવાસમાં રહેતા યુવાનને  કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી .