ભુજોડીની મહિલા સાથે પાનકાર્ડ અપડેટ કરવાના બહાને રૂ.૧.૫૮ લાખની ઠગાઈ
copy image

ભુજ તાલુકાના ભુજોડી ગામે રહેતી એક મહિલાને એક મહિના પહેલા મોબાઈલ પર એક અજાણ્યા શખ્સે પાનકાર્ડ અપડેટ કરવાના બહાના હેઠળ રૂ.૧.૫૮ લાખથી વધુની રકમની ઠગાઈ કર્યાની ફરિયાદ માધાપર પોલીસમાં નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભુજોડી ગામે રહેતા મહિલાને ગત તા.૧૧/૫/૨૪ ના તેમના મોબાઈલમાં ફોન આવ્યા પછી અજાણ્યા શખ્સે તેમનું પાનકાર્ડ અપડેટ કરવાનું બહાનું કાઢી મહિલાને પાસેથી ખાતાકીય માહિતી મેળવી વિશ્વાસ કેળવ્યા પછી અજાણ્યા શખ્સે ઓટીપી પણ મેળવી લીધો હતો. ત્યારપછી અજાણ્યા શખ્સે તેમના બેંકના ખાતામાંથી રૂ.૧,૫૮,૯૮૫ની રકમ ઉપાડી લીધી હતી. મહિલાને તેમના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયાની જાણ થતાં તેમણે તાત્કાલિક માધાપર પોલીસ સ્ટેશનના કર્મચારીનો સંપર્ક સાધી તમામ બાબતોથી વાકેફ કરી તેમની સાથે થયેલી ઠગાઈ વર્ણવી હતી. આથી પોલીસે મહિલાની ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી મોબાઈલ નંબર પર વાતચીત કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કચ્છમાં ઓનલાઈન ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે