વરસામેડીમાં ઘરનાં તાળાં તોડી 1.68 લાખના મુદ્દામાલની ચોરી

copy image

copy image

અંજાર તાલુકાનાના વરસામેડીની સીમમાં આવેલી એક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તેમાંથી રૂા. 1,68,000 લાખ મુદ્દામાલની ચોરી કરી હતી. વરસામેડી અંબાજીધામ નોર્થ સોસાયટીના મકાન નંબર 305માં નિવૃત્ત જીવન જીવતા શખ્સ અને તેમના પત્ની રહે છે તેમની દીકરી સાસરીયે કેનેડા રહે છે. વૃદ્ધ એવા ફરિયાદી અને તેમના પત્ની ગત તા. 21/5ના ફરવા માટે હિમાચલના શિમલા ખાતે ગયા હતા ત્યાંથી પરત આવી તા. 11/6ના અમદાવાદ ખાતે ફરિયાદીના ઘૂંટણની સારવાર અર્થે રોકાયા હતા. દરમ્યાન તા. 14/6ના તેમના પાડોશીએ ફોન કરી તમારા ઘરનાં તાળાં તૂટેલાં અને ચોરી થઈ હોવાનું અનુમાન દર્શાવ્યું હતું જેથી આ વૃદ્ધ દંપતી સવારના આરસામાં પરત ઘરે આવ્યું હતું. બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. અંદર બેડરૂમમાં જઈ લાકડાંના કબાટના અંદરના ખાનાના લોક તોડી તેમાંથી રોકડ રૂા. 30,000 તથા સોનાની ચાર વીંટી, સોનાની બે બંગડી, કાનમાં પહેરવાના ઝુમખા નંગ-2, કાનમાં પહેરવાના એરિંગ જોડી નંગ-2, સોનાની બાલી નંગ-2, ચાંદીના સાંકળા જોડ નંગ -2 એમ કુલ રૂા. 1,68,000ની મતાની ચોરી કરી ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .