બિદડાના યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

suisaid

copy image

suisaid
copy image

માંડવી તાલુકાના બિદડા ગામે રહેતા એક યુવાન તેની ઓફિસમાં પંખામાં કેબલ બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ કોડાય પોલીસ મથકે  નોંધાયો હતો. બિદડા ગામે આંબેડકર નગરમાં તળાવ વાડી વિસ્તારમાં રહેતો યુવાન છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હોઈ જેના કારણે પોતાના ઘરમાં બનાવેલી ઓફિસના પંખામાં કેબલ બાંધીને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે શખ્સએ કોડાય પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.