કરજણના સારીંગ ગામે ઘરમાંથી રૂ.૨.૩૫ લાખની ચોરી

0
20180711_130616.jpg
કરજણ તાલુકાના સારીંગ ગામે પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશી તિજોરી તથા સરસામાન વેરવિખેર કરી સોનાના દાગીના કિંમત રૂ.2,35,000 ની ચોરી કરી ગયા બાબતની ફરિયાદ એક માસે નોધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પાલેજ- નારેશ્વર રસ્તા પર સારંગ ગામ આવેલા છે. આ ગામે રહેતા જશોદાબેન લાલકૃષ્ણ સોમેશ્વર ઠાકરના મકાનમાં તા.૫-૩-૧૯ ના રાત્રિના અરસામાં પાછળના દરવાજેથી નિશાચરો ત્રાટક્યા હતા. મકાનના બધા રૂમોના કબાટ અને તિજોરીનો સરસામાન વેરવિખેર કરી તેમાંથી સોનાની બંગડી નંગ-૨, સોનાની ચેઇન નંગ-૧, સોના ચુડા નંગ-૨, સોનાની વીટી નંગ-૨, સોનાની બુટ્ટી નંગ-૨ મળી કુલ રૂ. 2,35,000 ની માલમત્તાની તસ્કરી કરી ગયા છે રાતના ફરિયાદી બાઇ જાગી જતાં રૂમની લાઇટ પાડતાં નિશાચરો પાછળના દરવાજેથી અંધારામાં ફરાર થઈ ગયાનું જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *