અંકલેશ્વર: GIDCની ટ્રાન્સપોર્ટ ઓફિસનો ટેમ્પો તસ્કરી કરી ફરાર થયેલા ચાલક સહીત અન્ય બે શખ્સો પકડાયા. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નોબેલ માર્કેટ પાસે ત્રણ શખ્સો ટેમ્પો વેચવા ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોંચ ગોઠવી ટેમ્પો નંબર. જીજે ૧૬ એયુ ૨૫૯૫ આવતા પોલીસે તેને અટકાવી તેઓ પાસે ટેમ્પોના દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહી આપતા અંદર સવાર ત્રણ શકસોને ઝડપી પાડી તેઓની વધુ પૂછપરછ કરતા ટેમ્પોના ચાલક સંતોષ મહાનંદ શિવ યાદવે જી.આઈ.ડી.સીની કિસ્ટલ ચોકડી નજીક આવેલ અમર ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય ટ્રાન્સપોર્ટના માલિકને ક્યાં વિના ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે ૨ લાખ ૫૦ હજારના ટેમ્પો મળી કુલ ૨ લાખ ૫૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરી મૂળ યુપીના અને હાલ ગડખોલ પાટિયાની અવધૂતનગરમાં રહેતા ટેમ્પો ચાલક સંતોષ મહાનંદ શિવ યાદવ અને ગણેશ વિશુન દયાલ યાદવ,શીવકાંત હવલદારસિંગ યાદવને પકડી પાડી ત્રણેય શખ્સોઓને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસને હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.