પાલેજ GIDC માં ક્રિકેટ પર સટ્ટો રમતા બે ઇસમો પકડાયા

હાલ આઈપીએલ ક્રિકેટની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી હોય ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઇસમોઓ પણ પૂરબહારમાં ખીલી ઉઠ્યા છે. પાલેજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલ હાઇવે રૂટ નંબર એક ઉપર પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પાલેજ જીઆઇડીસીમાં ફોરવ્હીલ કારમાં મોબાઇલ ફોન ઉપર ક્રિકેટનો સટ્ટો રમી રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે કોર્ડન કરી ફોરવ્હીલ કારને રોકી જેમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે શખ્સોને પકડી પાડ્યા હતા. તેઓના નામ સરનામાં પુછતા બશીર અહમદ ગુલામ મયુદ્દીન કાઝી તેમજ મહંમદ મુનાફ અબ્દુલ ગની વોરા બંને રહે વડોદરા નાઓને પકડી પાડી તેઓ પાસેથી અંગ ઝડતીના રૂપિયા ૭,૬૧૦, ડેલ કંપનીનું લેપટોપ નંગ ૧ કિંમત રૂપિયા ૨૦,૦૦૦, અલગ અલગ ક્પનીના મોબાઇલ નંગ ૬ કિંમત રૂપિયા ૧૦,૦૦૦, ઇટીઓશ વિલા ફોરવ્હિલ કાર કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ ૩,૩૭,૬૧૦ ના મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરૂધ્ધ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
                                                           

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *