ભુજના ડાડા બજારમાં જુગારના અડ્ડા પરથી નવ જુગારી પકડાયા

589700500jugar

copy image

copy image

ભુજના ડાંડા બજારના એક રહેણાંક મકાનની અગાસી પર ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ મહિલા સહિત નવ ખેલીઓને 58 હજારના મુદ્દામાલ સાથે ઝડપી સપાટો બોલાવ્યો હતો. એ-ડિવિઝનના કર્મીને બાતમી મળી હતી કે એક શખ્સ  બહારથી જુગારીઓ બોલાવી પોતાના મકાન ઉપર ખુલ્લી છત પર જુગાર રમાડી રહ્યો છે.  આ બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં તીનપતીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત નવ ખેલીઓને રોકડા રૂા. 15,540, સાત મોબાઇલ કિં. રૂા. 12,500 અને એક ટુ-વ્હીલર કિ. રૂા. 30,000 એમ કુલે રૂા. 58,040ના મુદ્દામાલ  સાથે  ઝડપી  કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.