ચેક પરતના કેસમાં સજા- વળતરનો આદેશ રદ કરવામાં આવ્યો

copy image

copy image

copy image
copy image

સબંધના નાતે કરાયેલી નાણાકીય સહાયના બદલ અપાયેલો ચેક પરત ફરવાના કેસમાં ગાંધીધામની જ્યુડિશિયલ કોર્ટે આપેલો સજા તથા વળતરનો આદેશ  સેશન્સ કોર્ટે રદ કરી આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. ફરિયાદીએ આરોપી  ટાંકને રૂા. 7 લાખ આપ્યા હતા, જેના પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો.  આ કેસમાં જ્યુડિશિયલ કોર્ટે  18 માસની  સજા અને ચેકની રકમ વળતર પેટે આપવાનો હુકમ કર્યો હતો, જેની સામે આરોપીએ ગાંધીધામની સેશન્સ કોર્ટમાં ધા નાખી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નીચલી અદાલતનો હૂકમ  રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકતો આદેશ કર્યો હતો.