દીવમાં દરિયામાં ડૂબેલા માંડવીના બે યુવાનમાંથી એક હજુ છે લાપતા

copy image

copy image

માંડવીના બે યુવાન દીવના નાગવા નજીક આવેલા દરિયાકિનારે બેઠા હતા, ત્યાં દરિયાના મોજાંની ઝપટમાં આવી જતાં બંને યુવાન પાણીમાં ખેંચાઇ ગયા હતા, જેમાં માંડવીના રહેનાર શખ્સનાં પુત્ર  તથા તેનો મિત્ર સાથે   હતા. દરિયાકિનારે  ઉપસ્થિત  તરવૈયાઓએ કોઇ ડૂબતું હોય તેવું લાગતાં તરત બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક યુવાનને  બહાર  કાઢવામાં  સફળતા મળતાં તેનો જીવ બચી ગયો હતો. જો કે, માથા અને પીઠમાં ઇજાઓ થઇ હતી, જ્યારે એક યુવાનનો  આ લખાય  છે ત્યાં સુધી પતો લાગ્યો નથી. ઉપરોક્ત બનાવ તા. 18/6ના સાંજના અરસામાં  બન્યો હતો, જેની  જાણ  માંડવીમાં થતાં  બંને યુવાનના પરિવારજનો રાત્રે જ દીવ  જવા રવાના થઇ ગયા અને  સવારે દીવના  બનાવ  સ્થળે  પહોંચી ગયા હતા. દીવ મધ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, ફાયર ટીમ, પોલીસ ફોર્સ તથા જાયન્ટ્સ ગ્રુપના શખ્સ  અને તેમની ટીમે  રાતથી  સતત યુવાનને શોધવાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. દીવના દરિયામાં  મોજાંની ઊંચાઇ  તથા પાણીનો કરંટ ભયાનક  હોવાનું  સૂત્રો દ્વ્રારા જાણવા મળ્યું હતું