કચ્છમાં ફાંસો ખાઈ જીવ ગુમાવાના કિસ્સા અવિરત
copy image

મુંદરામાં યુવાન ઘરે પંખામાં જ્યારે નખત્રાણાના મોટી વિરાણીમાં યુવક જોગીએ અને મુંદરા તાલુકાના મોટી ખાખરમાં પરિણીતાએ ઝાડમાં લટકીને પોતાના જીવ દીધા હતા. બીજી તરફ મૂળ પીલુડી તાલુકો-જિલ્લો મોરબી હાલે મુંદરાના મોટા કપાયાના યશપાલ નગરમાં રહેતા યુવાન બપોરના 12.45 વાગ્યા પહેલા કોઈ પણ સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત નખત્રાણા તાલુકાના મોટી વિરાણીમાં રહેતા યુવકએ બપોરથી સાંજ દરમ્યાન કોઈ અકળ કારણે રતનબાપાની વાડી પાસે આવેલી પાણીની ટાંકીની બાજુમાં મીઠીજારના ઝાડમાં કપડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવક ને સારવાર અર્થે નખત્રાણાની સી.એચ.સી.માં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી . જ્યારે આવી જ રીતે ઝાડમાં લટકીને ગળેફાંસો ખાવાનો અન્ય એક બનાવ મુંદરા તાલુકાના મોટી ખાખરમાં બન્યો હતો. આ અંગે મુંદરા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ મોટી ખાખરની પરિણીતા એ કોઈ અગમ્ય કારણોસર સવારના 8થી 9.30 વાગ્યા દરમ્યાન પોતાની બાજુમાં આવેલી દિલાવરસિંહની વાડીમાં પોતાની રીતે ઝાડમાં રસ્સા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.