ગાંધીધામમાં જમવા બાબતે પતિએ પત્નીને માર મારતાં ફરિયાદ નોંધાઈ
copy image

ગાંધીધામના સેક્ટર-7 વિસ્તારમાં સ્વાદ વગરનું જમવાનું કેમ બનાવ્યું તેમ કહી એક શખ્સે પોતાની પત્નીને માર મારતાં મહિલાના કાનનો પડદો ફાટી ગયો હતો. ગાંધીધામના સેક્ટર-7 વિસ્તારમાં લુક્સ બ્યૂટી કેર નામનું પાર્લર ચલાવતા અને તિરુપતિ ટાવર બિલ્ડિંગમાં રહેનાર મહિલા રી ગત તા. 16/6ના પોતાના ઘરે હતા ત્યારે મહિલાનો પતિ ઘરે આવતાં મહિલાએ તેને જમવાનું પીરસ્યું હતું, જેમાં સ્વાદ વગરનું જમવાનું કેમ બનાવ્યું છે તેમ કહી આ શખ્સે પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ઉશ્કેરાઇ જઇ તેમને માર મારી દરવાજામાં ભટકાવ્યો હતો. મારામારીના બનાવમાં ઘવાયેલ મહિલા સારવાર અર્થે જતાં તેમના ડાબા કાનના પડદામાં કાણું પડી ગયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .