ભુજ તાલુકાના માધાપરમાં સરકારી જમીન પર મંજૂરી વગર બાંધકામની ફરિયાદ

fir-4

copy image

copy image

ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસ ગ્રામ પંચાયતની હદના વિસ્તારમાં સરકારી જમીન ઉપર મંજૂરી વગર હોટેલ  અને શોપિંગ કોમ્પલેક્સનું નિર્માણ થઇ રહ્યા હોવાના આરોપ સાથે આ બાબતે ઉચ્ચ સ્તરે ફરિયાદ-અરજી અપાઇ હતી.  ભુજના મહેશ ઇશ્વરલાલ પંડયાએ સામાજિક કાર્યકરની રૂએ સમાહર્તાને આ લેખિત અરજી કરી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી હતી. અરજીમાં તેમના આક્ષેપ મુજબ પૂર્ણતાના આરે પહોંચી રહેલાં આ બાંધકામ માટે ગ્રામ પંચાયતની મંજૂરી લેવાઇ નથી અને આ જમીન પણ સરકારી હોવાનું તેમણે ઉમેર્યું હતું.