ચોબારી હત્યા પ્રકરણમાં બે ઇસમની ધરપકડ

hathkadee

copy image

copy image

ભચાઉ તાલુકાના ચોબારીના કબિરનગર વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવાના પ્રકરણમાં પિતા પુત્રની પોલીસે વિધિવત રીતે ધરપકડ કરી હતી.ચોબારી ગામમાં રહેનાર  વિષ્ણુ ઉર્ફે વિશન  સવજી મણવર નામના  યુવાનને છરીના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપી માદેવા રણછોડ અમરા ઢીલા તથા વિપુલ માદેવા રણછોડ ઢીલાની ધરપકડ કરી હતી.  બંને પાસેથી લોહીવાળા કપડા તથા  છરી  જપ્ત  કરવામાં  આવી હતી. આ બન્નેને રિમાન્ડની માંગ સાથે  કોર્ટમાં રજૂ કરાશે તેવું  પી.આઈ. એસ. પી.  ગોજીયાએ  જણાવ્યું હતું.