નખત્રાણાનાં ગણેશનગર પાસે બે બાઇક ટકરાતાં :એકનું મોત બે સારવાર હેઠળ

accident

copy image

copy image

નખત્રાણાના પરા ગણેશનગર પાસે સામસામી બે બાઇક ટકરાતાં ઝુરા કેમ્પના ક્ષત્રિય યુવાનનું મોત થયું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય બે શખ્સ ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સાંજના અરસામાં  નખત્રાણાના ગણેશનગર પાસે સામસામી બે બાઇક ધડાકાભેર અથડાઇ હતી, જેમાં ઝુરા કેમ્પના સરદારસિંહ સોઢાનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું, જેને પોસ્ટમોર્ટમ અર્થે નખત્રાણાના સીએચસીમાં લવાયા હતા. જ્યારે આ અકસ્માતમાં નખત્રાણાના ક્ષત્રિય યુવાન રાજેન્દ્રસિંહ રાઠોડને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત અન્ય યુવક પણ ઘાયલ થયો હતો. આ બંને ઘાયલને સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા હતા.