ભુજના હોટેલિયરને ચેક પરત કેસમાં એક વર્ષની સજા

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં ભુજના હોટેલિયરને એક વર્ષની કેસની સજાનો કોર્ટે હુકમ આપ્યો હતો . કેસની ટૂંકી વિગતો મુજબ ફરિયાદ રમજાન આમદ માંજોઠી (ભુજ)એ આરોપી નિખિલ પ્રાણલાલ શાહ કે જે વર્ષોથી આભા ઇન્ટરનેશન હોટલના વ્યવસાય કરે છે તેઓને વર્ષ 2017ના અરસામાં હાથ ઉછીના રૂા. 10 લાખ ચેક મારફત આપ્યા હતા. એક વર્ષ બાદ આરોપીએ રૂા. પાંચ લાખ ચૂકવી આપ્યા અને બાકીના રૂા. પાંચ લાખનો આરોપીએ ફરિયાદીના નામનો ચેક આપ્યો હતો જે ચેક પરત ફરતા  આરોપી નિખિલ શાહ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ થયા બાદ આ કેસ ચાલી જતાં લેખિત-મૌખિક આધાર-પુરાવાના આધારે ભુજની ચીફ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂા. પાંચ લાખ ફરિયાદીને 30 દિવસમાં ચૂકવવા અને જો રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો આદેશ કર્યો હતો.