વરસામેડી રોડ પર કાર અડફેટે બાઇક ચાલકને હેમરેજની ઈજા

copy image

copy image

અંજારના વરસામેડી રોડ પર કાર અડફેટે બાઇક ચાલકને હેમરેજ સહિતની ઈજાઓ પહોચી હોવાની,  તો વરસાણા ચોકડી પાસે રીક્ષામાંથી ઉતરી પગપાળા જતો રાહદારી બાઇકની ટક્કર લાગતાં ઘાયલ થયો હતો મોડવદર રહેતા 41 વર્ષીય કરશનભાઈ અરજણભાઈ બોરખતરિયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેમના મોટા ભાઈ અર્શીભાઈ તા.23/6 ના રતનાલથી બાઇક પર આરટીઓ કચેરી જવા નીકળ્યા હતા. ત્યારે પૂરપાટ જતા કાર ચાલકે તેમની બાઇક અડફેટે લેતાં તેમને હેમરેજ સહિતની ઈજાઓ પહોચી હતી અકસ્માત સર્જનાર સામે ફરિયાદ નોંધાવી હતી. સતાપરના સ્વામિનારાયણનગરમાં રહેતા ખીમજીભાઈ નારાણભાઈ રબારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.15/6 ના વરસાણા પેટ્રોલપમ્પ પાસે તેમની ટ્રક પડી હોઈ તેઓ રિક્ષામાં લેવા ગયા હતા. વરસાણા ચોકડી પાસે તેઓ રીક્ષામાંથી ઉતરી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે રસ્તો ઓળંગતી વેળાએ પાછળથી પૂરપાટ જઈ રહેલા બાઇક ચાલકે ટક્કર મારતાં તેમને ડાબા પગમાં ફ્રેક્ચર સહિતની ૯ ઈજાઓ પહોંચી હતી. પોલીસે બન્ને ઘટનામાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.