માનકૂવા પોલીસમાં દાખલ ખૂનકેસમાં આરોપીને હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર
માનકૂવા પોલીસ મથકમાં દાખલ થયેલા માથામાં બોથડ પદાર્થ ફટકારીને હત્યા કરવાના મામલામાં આરોપી સમીર હુસેન સુલેમાન શેખને રાજ્યની વડી અદાલત દ્વારા જામીન અપાયા હતા. હાઇકોર્ટમાં ન્યાયાધીશ એમ.આર. મેંગડે સમક્ષ આ જામીન અરજીની સુનાવણી થઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળી નિયમિત જામીન આપતો આદેશ કર્યો હતો. આરોપી તરફે વકીલ તરીકે ધ્રુવ હેમાસિંહ ચૌધરી હાજર રહ્યા હતા.