વિસનગર શહેરના આદર્શ સ્કુલ પાસે છાપરાંમાં સામાન્ય મુદે ઉશ્કેરાઇ ગયેલ બે ઇસમો એક એક વ્યક્તિ ઉપર તલવાર વડે હૂમલો કર્યો હતો. દેવીપૂજક વિષ્ણુભાઇ રામાભાઇ ઘર પાસે બેઠા હતા તે દરમિયાન તેના વિસ્તારમાં રહેતા દેવીપૂજક ટીનાભાઇ પ્રહલાદભાઇ અને દેવીપૂજક ચકાભાઇ પ્રહલાદભાઇએ આવીને વિષ્ણુભાઇને તુ ઘરે જતો રહે તેમ કહેતાં તલવાર વડે હુમલો કરતા આ બાબતે પોલીસ ફરિયાદ લખાવાઈ હતી.