કલોલ શહેરમાં આવેલા બારોટવાસમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ઘરમાંથી ૧૨ શંકુઓને પકડી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ૩૨,૬૦૦ ની રોકડ અને ૧૦ મોબાઇલ ફોન મળી કુલ ૬૩,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી શંકુઓ સામે કેસ દાખલ કરી બધાની અટક કરી હતી. કલોલ શહેરમાં આવેલા બારોટવાસમાં રહેતો જતીન મહેશભાઇ બારોટ પોતાના ઘરમાં બહારથી માણસો લાવીને જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે શહેર પોલીસે સાંજના અરસામાં દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા શૈલેષ ઉર્ફે શેલભાઇ રામચંદ્ર બારોટ, જતીન મહેશભાઇ બારોટ, ધર્મેન્દ્ર રમેશચંદ્ર બારોટ, દશરથ જયંતીભાઇ પટેલ, કલ્પેશસિંહ શંકરસિંહ દેવડા, કેતન જયંતીલાલ શાહ, શૌંનક બિપીનભાઇ ગાંધી, જીજ્ઞોશ રમેશચંદ્ર ગાંધી, હિતેશ બાબુલાલ શાહ, કાંતીજી ચંદુજી ઠાકોર, શરદ વિનોદભાઇ બારોટ, રવિન્દ્ર શંકરભાઇ પટેલને રંગે હાથે પકડી લીધા હતા. પોલીસે સ્થળ પર થી ૩૨,૬૦૦ની રોકડ તેમજ ૧૦ મોબાઇલ ફોન મળી કુલ ૬૩,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.