ગાંધીધામના બી ડિવીઝન પોલીસે આઝાદનગરના નટવાસ, કાર્ગો ઝુપડામાં રહેતા શોભાબેન ચમનભાઈ દેવીપુજકને ત્યાં રેડ પાડીને રહેણાંક મકાનના આંગણામાં ચાલતી ચાલુ ભઠ્ઠીને ઝડપી પાડી હતી. સ્થળ પરથી ઠડો, ગરમ આથો અને સાધનો મળીને કુલ 2,700નો મુદામાલ કબ્જે કરાયો હતો. રેડ દરમ્યાન શખ્સ સ્થળ પર મળી આવ્યા ન હતા. તો ગણેશનગરમાં શંકરભાઈ કેશવભાઈ માતંગના ઘરે રેડ પાડીને પોલીસે 10 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો, શખ્સ સ્થળ પર મળી આવ્યો ન હતો.