વિરમગામ રેલવે પોલીસનો એન.ડી.પી.એસ. ગુનાનો આરોપી ભારાસરથી પકડાયો
વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનનો એન.ડી.પી.એસ.નો ગુનાના નાસતા ફરતા આરોપીને માનકૂવા પોલીસે ભારાસરથી ઝડપી લીધો હતો. હાલ અંતરજાળ મૂળ બનાસકાંઠા બાજુનો રોનકભાઈ પ્રવીણભાઈ ઠક્કર વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનાનો નાસતો-ફરતો આરોપી છે. માનકૂવા પોલીસની પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. પંકજકુમાર કુશવાહને મળેલી બાતમીના આધારે તેને ભારાસરની સીમમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરમાંથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.