જેતપુરમાં દેસાઈવાડીમાં નકલંક મંડપ નજીક રહેતા સરોજબેન રજનીકાંતભાઈ ખખ્ખર નામના લોહાણા વૃદ્ધ સાંજના અરસામાં મતવા શેરીમાંથી ફ્રુટ લઈને ઘેર પગપાળા જતાં હતા. ત્યારે પાછળથી એક્ટિવામાં બેસી બે ઇસમો આવ્યા હતા અને એક ઇસમે સરોજબેનના ગળા પર ઝોંટ મારી રૂ. 42,000 ની કિંમતના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયા હતા. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી હતી.