જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ. એસ. એમ. રાદડીયા એ ફરીયાદ લખાવી છે કે, ઈસમ દેવાભાઇ ઉર્ફે મેરામણભા ચુડાવદરા રે. રાણાવાવ, અંગ્રેજી દારૂની બોટલ નંગ ૧૮૦, કિંમત રૂ. ૯૦,૦૦૦ ની મુદામાલ તથા સ્કોડા કેબીઓ ગાડી નંબર જીજે ૧૦ એચ.કયુ. ૪૬૦ કિંમત રૂ. ૮૦,૦૦૦ તથા મોબાઇલ કિંમત રૂ. પ૦૦ મળી કુલ રૂ. ૧,૭૦,પ૦૦ ના મુદામાલ સાથે પકડાઈ ગયેલ છે.