ભુજ : મુંદરા તાલુકામાં મોટા કપાયા ગામે પ્રાથમિક શાળા પાછળ ગંજીફા વડે તીનપતીનો જુગાર રમી રહેલા 3 શખ્સોને ઝડપી પાડી સ્થાનિક મુંદરા પોલીસે તેમની સામે ગુનો નોંધણી કર્યો હતો. પોલીસ સાધનોએ આપેલી જાણકારી અનુસાર, ઝડપાયેલા શખ્સોમાં ઉદયસિંહ કાનજી જાડેજા, પ્રેમસિંહ ઉમરસિંહ પિંગોલ અને વનરાજ ગોપાલજી રાઠોડનો સમાવેશ થાય છે. તેમની પાસેથી રૂ. 5,890 રોકડા જપ્ત કર્યા હતા. બપોરના અરસામાં રેડ પાડી હતી.