બાંભણસરમાં કિશોરીનું બાઇક અડફેટે મોત થતાં બાઇકચાલક સામે  પોલીસ ફરિયાદ

copy image

copy image

રાપર તાલુકાના બાંભણસર નજીક  રસ્તો ક્રોસ કરી રહેલી કીશોરીને બાઈક ચાલકે અડફેટે લેતાં ગંભીર  ઇજાને કારણે તેનું મોત નિપજ્યું – હતો, તો અકસ્માત કરનાર બાઈક  ચાલકને પણ ઇજા પહોંચી હોવાની ઘટના આડેસર પોલીસ મથકે  નોંધાઈ હતી. બાંભણસર રહેતા 33 વર્ષીય રહીમ ફતેમામદ સમેજાએ  નોંધાવેલ ફરિયાદ મુજબ , તા.20/4 ના રોજ આ જીવલેણ  અકસ્માતની ઘટના બની હતી જેમાં તેમની બે દીકરી સાહિસ્તાલ અને સકિના ખેતરે કામ કરી ઘર  તરફ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન એકતા હોટલ પાસેથી થોડી દરકાર રખાય તો આવા અકસ્માત ન થાય મોટા ભાગના અકસ્માતોમાં જવાબદાર વાહનની ગતિ જ હોય છે તો જો બેફામ ગતિને બદલે ગામ કે શહેર નજીક હોય તેવા હાઇવે પર પણ ગતિ ધીમી રાખવી જોઈએ, તેમજ અનેક ઘટનામાં હાઇવે કે શહેરમાં રસ્તો ઓળંગતી વેળાએ આવા જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે ત્યારે જો રસ્તો ક્રોસ કરતી વેળાએ બન્ને તરફ જોઈ આવે તો પણ આવી ઘટનાઓ બનતા સકિનાએ રસ્તો ઓળંગી લીધો હતો પણ સાહિસ્તા રસ્તો ઓળંગી રહી હતી તે દરમીયાન પૂર ઝડપે જઈ રહેલા બાઈક ચાલકે તેને અડફેટે લેતાં માથા અને ઢીંચણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર સણવાના અરવિંદ દેવશી કોલીને પણ ઇજાઓ પહોંચી હતી. તેઓ દીકરીની દફન વીધી પુર્ણ થયા બાદ ગાંધીધામ સાવચેતી પુર્વક રસ્તો ક્રોસ કરવામાં અટકી શકે છે. ડ્રાઇવિંગના કામમાં રોકાયેલા હોવાને કારણે તેમજ પિતા અને ભાઈને પુછ્યા બાદ આ અકસ્માત સર્જનાર અરવિંદ કોલી સામે ફરિયાદ નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમની ફરિયાદના આધારે આડેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી . હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે.