ભુજ તાલુકાનાં ભારાસર ગામે રહેતા અને માનકુવા ગામે આઇસ્કેન્ડીની દુકાન ચલાવતા વેપારી રાત્રિના અરસામાં પાછા ભારાસર જઇ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બાઇક સાવર 3 ઇસમોએ લૂંટ કરવાના કોશીશ કરીને છરીના ઉપરાછપરી ઘા મારી ઇજા કરી હતી. ઘટનાને પગલે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ તાલુકાનાં ભારાસર ગામે રહેતા સંજય નરોતમભાઈ વરસાણી શુક્રવારે રાત્રિના અરસામાં પોતાની માનકુવા ખાતે આવેલ આઇસ્કેન્ડીની દુકાન વધાવીને પાછા ઘર જઇ રહ્યા હતા. ત્યારે માનકુવા અને ભારાસર વચ્ચે પ્રાથમિક શાઈની બાજુમાં અજાણ્યા 3 બાઇક સવારોએ તેમણે આંતર્યા હતા અને છરી કાઠીને માલ હોય તે આપી દેવાની ધમકી આપી હતી. દરમ્યાન રોકડ રકમ આપવાની વેપારીએ ના કહેતા ઇસમોઓએ વેપારીને બંને હાથમાં અને કમરના ભાગે છરી વડે માર મારી ગંભીર ઇજાઓ કરી હતી ઘાયલને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવાવ્યો છે. માનકુવા પોલીસે ઘટનાની જાણવા જોગ નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.