રૈયા રોડ અક્ષર એપાર્ટમેન્ટના પાર્કિગમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

રાજકોટ : રૈયા રોડ અક્ષર એપાર્ટમેન્ટના પાર્કિગમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે રેડ પાડી જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. મળતી વિગત અનુસાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.એલ. આચાર્યના માર્ગદર્શના હેઠળ એ.એસ.આઇ. હરદેવસિંહ રાયજાદા તથા કોન્સ. પ્રદિપભાઇ કોટક સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રૈયા રોડ અક્ષર એપાર્ટમેન્ટના પાર્કિગમાં જુગાર રમતા જીતુ હીરાભાઇ પ્રીન્ટર (ઉ.વ.૫૮),ધીરૂ જાદવભાઇ જેઠવા (ઉ.વ. ૫૫), સતિષ કેશવજીભાઇ સોમૈયા (ઉ.વ. ૬૦), પરસોતમ ખોખરભાઇ મોરજીયા (ઉ.વ. ૬૫) અને મહેન્દ્ર રતીલાલ ધકાણ (ઉ.વ.૫૮) ને ઝડપી પાડી રૂ.૧૧,૨૧૦ ની રોકડ સહિતની મતા જપ્ત કરી હતી. જયારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનના કોન્સ. હાર્દીકસિંહ સહિતે જાગનાથ-૨૦માં રેડ પાડી વરલી ફીચરનો જુગાર રમાડતો રાજેશ કાન્તીલાલ ઉનડકટ (ઉ.વ.૪૮) ને ઝડપી પાડી રૂ.૬૦૦ નીરોકડ સહીતની મતા જપ્ત કરી તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *