Skip to content
ભાવનગર શહેર વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પો.કો. ઇમ્તીયાઝખાન પઠાણને બાતમે રાહે હકિકત મળેલ કે ચિત્રા ફુલસર લક્ષ્મણ પાર્ક પ્લોટ નં-૪૪ ના કબ્જા ભોગવટેદાર લીંબાભાઇ ઘરમશીભાઇ ચાવડા ઉવ. ૬૦ રહે. ભાવનગર ચિત્રા મીલ્ટ્રી સોસાયટી શાન્તી નંગર પ્લોટનં-૧૨૪ વિદ્યાસાગર સ્કુલવાળા બહારથી માણસોને ભેગા કરી ગંજી-પતાના પાના વડે તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાડે છે. અને જુગાર રમવા આવતા શંકુને સવલતો પુરી પાડી તે પેટે પોતાના અંગત ફાયદા સારૂ નાળ ઉઘરાવે છે.તેવી હકિકત આઘારે સદરહું જગ્યા ઉપર દરોડો કરતા દરોડા દરમ્યાન કુલ ચાર શંકુઓ લીંબાભાઇ ઘરમશીભાઇ ચાવડા ઉવ. ૬૦, ગીરીરાજસિંહ કેસરીસિંહ જાડેજા ઉવ. ૩૭, પ્રવિણભાઇ હરજીભાઇ સોલંકી ઉવ. ૫૦, બટુકભાઇ હરજીભાઇ ચૈાહાણ ઉવ. ૪૭ વાળા મળી આવતા તેઓની પાસેથી રોકડ કિંમત રૂ.૪૭,૫૭૦ તથા મોબાઇલ ફોન નંગ ૬ તથા મોટર સાયકલ નંગ ૩ મળી કુલ રૂ.૧,૫૧,૦૨૦ નો મુદામાલ જપ્ત કરી બધા શંકુઓ વિરૂધ્ધમાં જુગારઘારા મુજબની ફરીયાદ બોળતળાવ પોલીસ સ્ટેશનમાં લખાવેલ છે.