અંજારના કિશોરને ઝાડ સાથે બાંધી ચાર પિતરાઈએ માર મારતાં ઝેરી દવા પીધી

copy image

copy image

અંજારના પ્રભાત નગરમાં રહેતા એક કિશોરને પૂરઝડપે ઘર પાસે બાઈક ચલાવવાના મામલે તેના ચાર પિતરાઈ ભાઈઓએ તેને ઝાડ સાથે બાધી અસહ્ય માર મારી, મારી નાખવાની ધમકી આપતાં કિશોરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી આ બનાવ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અંજારના પ્રભાત નગરમાં રહેતા જગદીશભાઈ અણદાભાઈ દેવીપૂજકે અંજાર પોલીસ માં નોંધાવેલ ફરિયાદ મુજબ , તેમનો ૧૭ વર્ષનો પુત્ર લક્કી તેમના બાઈક ઘર પાસેથી પૂરઝડપે ચલાવતો હોવાની બાબતે અંજારમાં જ રહેતા જગદીશભાઈના મામાના દીકરાઓ આનંદ નવીન દેવીપૂજક, પપ્પુ કેશા, ખીમજી નરશી અને પરેશ ઉર્ફે લાલો રતિલાલ દેવપૂજકને ગમતું નહીં હોવાના કારણે ગત સોમવારે તેઓએ એકસંપ થઈને લક્કીને ફોસલાવીને તેના ફળિયામાં લઈ જઈ ઝાડ સાથે બાંધીને ધકબુશટનો માર માર્યો હતો. ત્યારપછી ચારેય શખ્સોએ લક્કીને નળી વડે અસહ્ય માર મારી બીજીવાર આ બાજુ દેખાઈશ તો પૂરો કરી નાખવાની ધમકી આપી હતી. આથી લક્કીએ તેના ડરના કારણે ઊંદર મારવાની ઝેરી દવા પી લેતાં તેમને તાત્કાલિક સારવાર માટે અંજારની હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેમની તબિયતમાં સુધારો થતાં ચારેય શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.