પ. કચ્છમાં પાંચ દિવસમાં 2.42 કરોડની વીજચોરી ઝડપાઇ

image-140

copy image

વીજચોરો પર લગામ કસવા માટે ગુજરાત વીજ કંપની લિમિટેડે ભુજ સર્કલ હેઠળ આવતા પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારમાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. પાંચ દિવસની આ વિશેષ ઝુંબેશમાં 2.42 કરોડની વીજચોરી ઝડપાઇ હતી. સત્તાવાર રીતે મળેલી માહિતી અનુસાર ભુજ, માંડવી, મુંદરા, રવાપર, ભુજોડી, કુકમા, ખાવડા, નલિયા, ભુજ ગ્રામ્ય સહિતના વિસ્તારમાં 28 જેટલી ટીમે 2585 જોડાણ ચેક કર્યા જેમાંથી 227 જોડાણમાં ગેરરીતિ પકડાઇ હતી. વીજચોરી સબબ 242.38 લાખ એટલે કે 2.42 કરોડના બિલ આપવામાં આવ્યા હતા. વીજતંત્રની આ તવાઇરૂપ કામગીરીથી વીજચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.