ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશન નો કેસ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ.

જેથી પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હડીકત મળેલ કે રાજવીરસિંહ રાઠોડ રહે. સેકટ૨-૪, ગાંધીધામ વાળો તેના કબ્જાની ગ્રે કલરની સ્વીફ્ટ કાર રજી.નં.જીજે-૧૨-ડીજી-૫૦૫૦ વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને ઘર તરફ આવવાનો છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી ઉપરોકત ગાડીની વોચમાં હતા તે દરમ્યાન ઉપરોકત બાતમી વાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઉભી રખાવી ચેક કરતા આ ગાડીમાંથી ત્રણ ઇસમો તથા નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) રાજવીરસિંગ યાદવસિંગ રાઠોડ ઉ.વ. ૩૪ રહે. હાલે પ્લોટ નં. ૮૪, સેકટર-3, ગાંધીધામ મુળ ગામ ગઢની બાજુમાં,ધુલકોટ,પો.હાજીવાસ,તા.રાયપુર,જી.પાલી

રાજસ્થાન

(૨) ખેતસિંગ સ/ઓ પ્રેમસિંગ દેવડ (રાજપુત) ઉ.વ.૨૦ રહે. ગામ દેવડો ડી ઢાણી,માનસર, પો.ફલસુંડ,જી.જેસલમેર રાજસ્થાન

(3) રાવલગર સ/ઓ સનણગર ગોસ્વામી ઉ.વ. ૨૨ ૨હે. ગામ હીરા કી ઢાણી તા.ગીડા,જી.બાડમેર રાજસ્થાન