માંડવીમાં શખ્સના ઓનલાઈન ઠગાઈમાં ગયેલા નાણાં પૈકી રૂા. 80 હજાર પોલીસે પરત અપાવ્યા

copy image

copy image

માંડવીના ફરિયાદીને પોલીસની સ્થાનિક ગુના શોધક શાખાના સાયબર ક્રાઈમ સેલે ઓનલાઈન છેતરપીંડીમાં ગયેલા નાણાં પૈકી રૂા. 80 હજાર પરત અપાવ્યા હતા. અરજદાર ગણપતસિંહ રાઠોડને અજાણ્ય ઈસમે ફોન કરીને એક્સિસ બેંક માંથી બોલતો હોવાનું જણાવી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઓટીપી મેળવી રૂા. 88,818 પડાવી લીધા હતા. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સમજાતાં અરજદારે તાત્કાલિક સાયબર સેલને જાણ કરી હતી. પોલીસે તુરંત પત્રવ્યવહાર અને ટેકનિકલ સંદર્ભોના આધારે છેતરપીંડીમાં ગયેલી રકમમાંથી રૂા. 80 હજાર પરત અપાવ્યા હતા.