સુરબાવાંઢની વાડીમાંથી શરાબનો જથ્થો ઝડપાયો

copy image

copy image

રાપર તાલુકાના સુરબાવાંઢની સીમમાં આવેલી એક વાડીમાં પોલીસે છાપો મારી ઓરડીમાંથી રૂા. 76,800નો શરાબ કબ્જે  કર્યો હતો. જો કે આરોપી હાજર મળ્યો ન હતો. સુરબાવાંઢની સીમમાં વાડી ધરાવનાર વિરૂભા રાજાભા ગઢવી નામના શખ્સે વાડીની ઓરડીમાં દારૂ સંતાડીને રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ વાડીમાં જતાં આરોપી હાજર મળ્યો નહોતો. ઓરડીમાં તપાસ કરાતાં દારૂ નીકળી પડયો હતો. અહીંથી ગ્રીન લેબલ વ્હીસ્કી 180 એમએલ ના 144 કવાર્ટરિયા તેમજ ટુબર્ગ પ્રીમિયમ બીયરના 456 ટીન તથા કિંગ ફિશર પ્રીમિયમ બિયરનાં 168 ટીન એમ કુલ્લ રૂા. 76800નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન લખેલ આ દારૂ કયાંથી આવ્યો હતો તે જાણવા હાથમાં ન આવેલા આરોપીને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી .