અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી : ડમ્પરે મોપેડને હડફેટે લેતા યુવાનનું મોત
copy image

અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જે અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, અમદાવાદના સરખેજ વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં, રોયલ અકબર ટાવર નજીક પૂરપાટ આવી રહેલા એક ડમ્પરે મોપેડ સવાર યુવકને હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હતભાગી પોતાનું મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો તે સમયે પૂરઝડપે આવીએ રહેલા ડમ્પરે તેને ટક્કર મારી હડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.