લુડિયા નજીક ટ્રેઈલરની કેબિનમાં સૂતેલો યુવાન કાયમ માટે પોઢ્યો સામેથી આવતા ચાલકે ભટકાવતા મોત
copy image

રાજસ્થાનમાં રહેતા ડ્રાઇવર શેરૂખાન સલીમ ખાને ખાવડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે,તે છેલ્લા આઠ મહિનાથી રતનાલના રણછોડભાઈ વરચંદની ટ્રક ચલાવે છે.બહેનનો દીકરો અલી અકબર આઉકા આલીસર ચાર મહિનાથી તેમની સાથે ક્લીનર તરીકે નોકરી કરે છે ગત 9 જુલાઈના રાબેતા મુજબ ધોરડો એગ્રોસેલ કંપનીમાંથી નમક ભરી કંડલા ખાલી કરી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો.ફરિયાદી ગાડી ચલાવતા હતા અને ક્લીનર ભાણેજ પાછળની સીટમાં સૂતો હતો.ખાવડાથી ભીરંડીયારા રોડ પર મોવારવાઢના પાટિયા પાસે લુડિયા પહોંચ્યા ત્યારે સામેથી એક ટ્રક અધ વચ્ચે આવતો હોઈ જેના ચાલકે એકદમ નજીક પહોંચી ડાબી બાજુ ટર્ન મારતા ટ્રોલી ફરિયાદીના ટ્રકની આગળના ભાગે કેબીનમાં ભટકાતા ફરિયાદી ડ્રાઇવિંગ સીટમાંથી ખાલી સાઇડમાં ફેકાઈ ગયા અને ભાણેજ પાછળની સીટમાં સૂતો હતો જે કેબીનમાં દબાઈ જતા તેના મોઢા તથા ગળાના ભાગે ઇજાઓ થવાના કારણે મોત થયું હતું જેથી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી