મુન્દ્રામાં ત્રાટકેલી પીજીવીસીએલની ટીમે  7 વીજચોરોને ફટકાર્યો 16 લાખનો દંડ

vij chori

copy image

copy image

છેલ્લા ઘણા સમયથી વીજચોરીએ માઝા મુકી હોવાની અસંખ્ય ફરિયાદો ઉઠતાં અચાનક પીજીવીસીએલની જામનગર અને મોરબી વિભાગની ટીમ ત્રાટકી હતી અને વીજ ચોરી કરતા વિવિધ સાત સંસ્થાનોને કુલ 16 લાખનો દંડ ફટકાર્યો હતો. વિવિધ સાત રહેણાંકના અને વ્યાપરિક ધોરણે વીજ વપરાશકર્તા અવનવી રીતે વીજ ચોરી કરતા મળી આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટુકડી વધુ એક દિવસ રોકાઈને હજી જુદા જુદા સ્થળે છાપા મારવાની હોવાનો ગણગણાટ સમગ્ર પંથકમાં ફેલાતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.