ભુજમાં કલેક્ટર કચેરીની બહારથી નાયબ મામલતદારની એક્ટિવાની ઉઠાંતરી

copy image

copy image

કચ્છમાં ચોર-ઉચક્કા બેફામ બન્યા છે. આ વચ્ચે થોડા દિવસો અગાઉ ભુજની કલેક્ટર કચેરીની બહાર નખત્રાણાના નાયબ મામલતદારે પાર્ક કરેલી એક્ટીવાની ચોરી  કરી તસ્કરે `હમ કિસી સે કમ નહીં’નો સંકેત આપ્યો છે. આ બાઇક ચોરી અંગે નખત્રાણાની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નસીબ જાનમામદ સુમરાએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ ગત તા. 26/6ના તેમની સફેદ એક્ટીવા નં. જી.જે. 12 સી.બી. 6191વાળી કિંમત રૂા. 30 હજારવાળી કલેક્ટર કચેરીની બહાર પાર્ક કરી નખત્રાણા નોકરી પર ગયા હતા અને ત્યારબાદ તા. 30/6ના સાંજ અરસામાં નોકરીમાંથી પાછા ફરતા  એક્ટીવા જોવા મળી નહીં. આમ, કોઇ અજાણ્યો ચોર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ  હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી .