ગાંધીધામમાં જાહેરમાં આંકડો રમનાર ઇસમની ધરપકડ

dharpakd

copy image

copy image

ગાંધીધામની બજારમાં ગ્રીન પેલેસ હોટેલ નજીક જાહેરમાં આંકડા લેતા શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 2800 કબ્જે  કર્યા હતા. ગાંધીધામની સોની બજાર નજીક હોટેલ ગ્રીન પેલેસ પાછળ શેરીમાં ઉભો રહીને ખોડિયાર નગરનો ગીરીશ દયારામ રાણા નામનો શખ્સ જાહેરમાં લોકો પાસેથી આંકડા લઈ પેન વડે ડાયરીમાં લખી રહ્યો હતો તેવામાં અચાનક પોલીસ આવી હતી અને આ શખ્સને પકડી  પાડયો હતો. તેની પાસેથી રોકડ રૂા. 2800 તથા ડાયરી, પેન, કાર્બપ પેપર વગેરે આંકડાનો સાહિત્ય હસ્તગત  કરાયું હતું. આ નાની માછલી ઉપર ક્યા મોટા મગરમચ્છને આંકડા લખાવતો હતો તે રાબેતા મુજબ બહાર આવ્યું નહોતું.