નાડાપા અને જવાહરનગરમાં તીનપત્તી જુગાર પર પોલીસના દરોડા

copy image

copy image

ભુજ તાલુકાના નાડાપામાં સાંજના અરસામાં  એલ.સી.બી.એ દરોડો પાડી તીનપત્તી રમતા ચાર શખ્સને રોકડ રૂા. 58,400 સહિત અન્ય કુલે રૂા. 6,28,400ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા, જ્યારે બુધવારે અડધી રાતે જવાહરનગરની સીમમાં ખુલ્લા વાડામાં જુગટું રમતા સાત જુગારીને પદ્ધર પોલીસે પકડી પાડ્યા હતા, જ્યારે ત્રણ નાસી છૂટયા હતા. નાડાપાની સીમમાં કુકરિયા તળાવ પાસે બાવળોની ઝાડીઓની ઓથમાં સાંજના અરસામાં  તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી એલ.સી.બી.ની પેટ્રોલિંગ ટીમને મળતાં તેઓએ દરોડો પાડી જુગાર રમતા હરિભાઇ જેસાભાઇ માતા, વાસણભાઇ ગોપાલભાઇ ડાંગર, હરિભાઇ નારાણભાઇ આહીર અને વાલાભાઇ હમીરભાઇ માતા (રહે. તમામ નાડાપા)ને રોકડા રૂા. 58,400, ચાર મોબાઇલ કિં.રૂા. 20,000, એક ફોર વ્હીલર કિં.રૂા. 5,00,000 અને ત્રણ બાઇક કિં.રૂા. 50,000 એમ કુલ રૂા. 6,28,400ના મુદ્દામાલ સાથે ઝડપી પદ્ધર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરાઇ હતી. બીજી તરફ તા. 11/7ના જવાહરનગરની દક્ષિણ બાજુ રાણાસર ડુંગરની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં જુગાર રમાતો હોવાની બાતમીનાં પગલે પદ્ધર પોલીસે દરોડો પોડતાં ગંજીપાના વડે જુગાર રમતા રમેશ ગોપાલભાઇ ફફલ, રણછોડ પાંચાભાઇ ચાડ, અનિલ રણછોડભાઇ ગાગલ, ધીરજ ભૂરાભાઇ ગાગલ, ધીરજ ઉર્ફે લાલો ભૂરાભાઇ ગાગલ, રમેશ પાંચાભાઇ ચાડ અને પ્રવીણ રાણાભાઇ કેરાસિયા (રહે. તમામ જવાહરનગર)ને ઝડપી લીધા હતા, જ્યારે હરિ રાધાભાઇ માતા, માવજી ભૂરાભાઇ કેરાસિયા અને મનજી ઉર્ફે મના ગોપાલ ગાગલ (રહે. તમામ જવાહરનગર) નાસી છૂટયા હતા. દરોડામાં રૂા. 41,600, સાત મોબાઇલ કિં.રૂા. 35,000 અને બે બાઇક કિં.રૂા. 60,000 એમ કુલે રૂા. 1,36,600નો મુદ્દામાલ જપ્ત કરી 11 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.