ભચાઉ પોલીસે દરોડો પાડી ૬.૮૭ લાખનો દારૂ ઝડપ્યો
copy image

ભચાઉ પોલીસે ગુણાતીતપુરથી શિકરા જતા રસ્તામાં આવેલી ભચાઉના શખ્સની વાડીએ વિદેશી દારૂના જથ્થાનું કટિંગ થનાર હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી રૂ.૬.૮૭ લાખની કિંમતના જથ્થા સાથે કુલ રૂ.૧૪.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભચાઉ પોલીસને એવી બાતમી મળી હતી કે, ગુણાતી તપુરથી શિકરા જતા રસ્તામાં આવેલ ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે અને આ દારૂના જથ્થાનું કટિંગ કરવામાં આવનાર છે. જેથી ભચાઉના પી.આઈ. એસ. ડી.સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પી. એસ.આઈ. ડી.જે. ઝાલા તથા સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસના દરોડામાં ભચાઉના કારિયાધામ પાસે રહેતો હાર્દિક ઉર્ફે ભોલો ભીખાભાઈ વાળંદ નામના શખ્સને ઝડપી લીધો હતો. જયારે ભચાઉના દરબાર ગઢમાં રહેતા ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના બે શખ્સો પોલીસને જોઈને નાસી ગયા હતા. આ ઉપરાંત ભચા ઉના અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, રાપરના સમાવાસના દીપુભા જયેન્દ્રસિંહ જાડેજા અને તપાસમાં નીકળે તે શખ્સો ને ફરાર જાહેર કર્યા હતા. ભચાઉ પોલીસે અલગ અલગ બાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ રૂ.૬.૮૭ લાખ ની કિંમતની ૪,૭૨૮ બોટલો કબજે કરી હતી. સાથે રૂ.પાંચ લાખની કિંમતનું મહિન્દ્રા પીકઅપ અને રૂ.૩ લાખની કિંમત ની કાર મળી કુલ રૂ.૧૪.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.