ગળપાદરના મકાનમાંથી દારૂનો જથ્થો જપ્ત

daru2

copy image

copy image

ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં એક મકાનમાં પોલીસે દોરડો પાડી  મકાનમાંથી રૂા. 26,750નો દારૂ કબ્જે  કર્યો હતો પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. ગળપાદરના ભવાનીનગરમાં મકાન નંબર 126-બીમાં રહેનાર નરેન્દ્રગિરિ ઉર્ફે પપ્પુ પ્રેમગિરિ ગોસ્વામી નામનો શખ્સ મકાનમાં દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી જેના આધારે બપોરના અરસામાં  પોલીસે તેના ઘરે છાપો માર્યો હતો પરંતુ પોલીસની જેમ આ શખ્સને પણ બાતમી મળી ગઇ હોય તેમ મકાનના દરવાજા અડધા ખુલ્લા મૂકીને તે હાજર રહ્યો ન હતો. આ મકાનની ગેલેરીમાંથી રોયલ ચેલન્જ 750 મિ.લી.ની 30, એવરગ્રીન 750 મિ.લી.ની 20, ડેનિમ 30 ગ્રીન 750 મિ.લી.ની પાંચ, બોટલ તથા બડવાઇઝર મેગ્નમ બિયરના 24 ટીન એમ કુલ રૂા. 26,750નો શરાબ હસ્તગત કરાયો હતો. હાથમાં ન આવેલા આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.