ભુજના ચાર માસ પૂર્વેના એમ.ડી. ડ્રગ્સનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો
copy image

મલાડ-મુંબઇથી એમ.ડી. ડ્રગ્સ 16.3 ગ્રામ કિં. રૂા. 1.63 લઇ આવનાર શખ્સને 22-3-24ના ભુજના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવાયા બાદ આ પ્રકરણમાં અન્યોની સાથે આરોપી સિરાજ ઇકબાલભાઇ મિત્રી (રહે. નલિયા, તા. અબડાસા)ની સંડોવણી પણ તપાસમાં ખુલતાં આ નાસતા-ફરતા આરોપીને પેરોલ ર્ફ્લો સ્ક્વોડેપકડી પડ્યો હતો. સ્ક્વોડને બાતમી મળી હતી કે, ભુજના એન.ડી.પી.એસ.ના ગુનાનો નાસતો-ફરતો આરોપી સિરાજ હોલ નલિયા સબ જેલ સામે રોડ પર હાજર છે. આથી સ્ક્વોડે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ભુજની બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. આ કામગીરીમાં સ્ક્વોડના પી.એસ.આઇ. ડી. બી. વાઘેલા સાથે એ.એસ.આઇ. રૂદ્રસિંહ જાડેજા, હરિલાલ બારોટ, હે.કો. ધર્મેન્દ્ર રાવલ, કનકસિંહ ગોહિલ, વિમલભાઇ ગોડેશ્વર અને કોન્સ. બલવંતસિંહ જાડેજા તથા નીરુબેન જોડાયા હતા.