ભુજમાં પત્ની પર પતિએ પાઈપ વડે હુમલો કરતાં પત્ની ઘાયલ

copy image

ભુજના કેમ્પ એરિયામાં પીરવાળી શેરીમાં રહેતી એક પરિણીતા પર તેના પતિએ પાઈપ વડે માર મારતાં તેણીને ઈજા થવાથી સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભુજના કેમ્પ એરિયામાં પીરવાળી શેરીમાં રહેતી હસીનાબેન સિકંદર લોહાર નામની ૩૦ વર્ષની પરિણીતાના લગ્ન જીવનના સાતવર્ષમાં એક બાળકનો જન્મ થયા પછી સિકંદર સાથે અવારનવાર ઝઘડા થતાં હોઈ આ ઘર કંકાસના કારણે સિકંદરે ઉશ્કેરાઈ જઈ હસીનાબેનને પાઈપ વડે માર મારતાં તેણીને ઈજા થવાથી સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.