ખારોઇ-કકરવા માર્ગપર કાર-ટ્રકની ટક્કરે રાજસ્થાનના યુવાનનું મોત

copy image

copy image

ભચાઉના ખારોઇ-કકરવા માર્ગ ઉપર કાર સાથે સામેથી ટ્રક અથડાતાં રાજસ્થાનના વિક્રમ કરણારામ દવે (બ્રાહ્મણ) (ઉ.વ. 26)નું મોત થયું હતું રાજસ્થાનના બિકાનેર મેઘાસરમાં રહેનાર ફરિયાદી પરેશકુમાર દવે તેનો ભાઇ વિક્રમ તથા અર્જુન વાળંદ અને કાનારામ વાળંદ રાજસ્થાનથી લખપતના પાનધ્રો ખાતે લગ્ન પ્રસંગે આવ્યા હતા. સવાર ના અરસામાં  યુવાને કાર લઇને પરત રાજસ્થાન જઇ રહ્યા હતા. તેમનું વાહન ખારોઇ-કકરવા માર્ગ ઉપર હતું ત્યારે સામેથી આવનાર ટ્રક કારમાં અથડાયું હતું. જેમાં ગંભીર ઇજાઓને પગલે વિક્રમનું મોત થયું હતું તેમજ ફરિયાદી પરેશને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ નાસી જનાર ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.